☰
Search
Mic
ગુ
Sign InSign In સાઇન ઇનAndroid Play StoreIOS App Store
Setting
Clock

મિથુન રાશિફળ 2020 | મિથુન વાર્ષિક રાશિફળ

DeepakDeepak

મિથુન રાશિફળ

Mithuna Rashi

મિથુન રાશિફળ

2020

મિથુન વાર્ષિક રાશિફળ

Mithuna Rashi

…જાણો કે પંડિતજી મુજબ તમારું વર્ષ કેવુ પસાર થશે.

સ્વાસ્થ્ય: વર્ષના પ્રારંભમાં રાહુમહારાજ તમારા તનુ ભાવમાં છે અને શનિમહારાજની તેના પર દ્રષ્ટિ પડવાના કારણે માનસિક અશાંતિનું વાતાવરણ રહેતું જણાય.શની તથા રાહુ બન્ને એકબીજાના શત્રુ હોવાથી તમોએ ક્રોધ ઉપર કાબુ રાખવો પડશે.તા.૨૪-૦૧-૨૦૨૦ થી તા.૩૦-૦૧-૨૦૨૦ સુધી તમોએ તમારી શારીરિક પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખવું પડે.તા.૧૪-૦૫-૨૦૨૦ થી તા.૧૪-૦૬-૨૦૨૦ સુધીના સમય ગાળામાં યાત્રા/મુસાફરી કરી રહ્યા હોય તો ગરમીના કારણે તબિયત બગડે નહિ તે જોજો. નિયમિત તથા શુધ્ધ ખોરાક લેવો, બને ત્યાં સુધી બહારની ચીજ ન ખાવી.

આર્થિક સ્થિતિ: વર્ષની શરૂઆતમાં તમો તમારા ભાગ્યબળથી આર્થિક આવકમાં વૃદ્ધિ કરી શકશો.તા.૦૮-૦૨-૨૦૨૦ થી તા.૨૨-૦૩-૨૦૨૦ સુધી મંગળમહારાજ અને ગુરુમહારાજ બંને સાતમા સ્થાને ધનુ રાશિમાં રહેવાના કારણે કાર્ય કરવામાં જોશ અને ઉત્સાહ વધારે રહે.અનેક પ્રકારના આભુષણ અને રત્નોની પ્રાપ્તિ થતી જણાય.જો તમો શેર-બજાર સાથે સંક્ળાયેલા છો તો વર્ષના પૂર્વાધમાં જે રોકાણ કર્યું છે તે વર્ષના ઉતરાર્ધમાં લાભદાયક નીવડે.ભૌતિક સુખમાં વૃદ્ધી થતી જણાય,તથા આર્થિક દ્રષ્ટિ પણ સારી રહે.

વ્યાપાર અને કારકિર્દી: શાસકીય વિભાગ,સેવાવિભાગ,પ્રશાસનિક કાર્ય તથા વ્યાપાર ઉધોગ વગેરેમાં ઓછી સફળતા મળે. ખાણ-ખનીજ વિદ્યુત વિભાગ, પોલીસ,આરક્ષણ વિભાગ,ચિકિત્સા અને ખેતીના કાર્યોમાં પૂર્ણ લાભ મળી શકે છે.નવા કર્યોમાં લાભ થતો જણાય.અંગત વ્યવસાયના કાર્યમાં કાર્યરત લોકોએ યોજનાબધ્ધ કામ કરવાથી લાભ થઈ શકે છે.નોકરીયાત લોકોની બદલી થઇ શકે છે.આવક જોઇને ખર્ચ કરવો, કર્જો કરીને ખોટી વસ્તુની ખરીદી ન કરવી.

કૌટુંબિક અને સામાજિક જીવન: આવર્ષ તમારા માટે શાંતિદાયક વાતાવરણ રાખતું જણાય ! જે લોકોના સંતાનોના લગ્ન થઇ ગયા છે,તેના ઘરે પારણું બંધાઈ શકે છે ! નોકરીની ઇચ્છાવાળા લોકોએ તા.૧૫-૦૧-૨૦૨૦ પછી ઈચ્છા પૂર્ણ થતી લાગે,પરંતુ મહેનત કરવી પડે.માતા-પિતા, સાસુ-સસરા સાથે સંબંધ મજબુત બની રહે તે માટેની કોશિશ કરવી,ધ્યાન ન રાખવામાં આવે તો સંબંધ પણ બગડી શકે છે તેમજ તમારૂ માન પણ ઘટી શકે છે.

પ્રણય જીવન: આવર્ષે તમારૂ દામ્પત્યજીવન સુખમય રહેતું જોવા મળે,નાના-મોટા ઝઘડા થાય પરંતુ ફક્ત ને ફક્ત એક બીજા ઉપર હક્ક જમાવવા માટે થતા જોવા મળે. પ્રણયજીવન અથવા તો પ્રેમસંબંધ વિશે ચર્ચા કરીએ તો એવી ઘણી બધી સ્ત્રીઓનો તમારા તરફ આકર્ષણ રહે,પરંતુ તમોએ સાવધાની રાખી આગળ વધવું જરૂરી જણાય.પત્નીનો સાથ-સહકારથી તમોને લાભ રહેવા પામે પરંતુ તેનો પણ ફાયદો ન ઉઠાવવો.તમારી પત્નીનો પ્રેમ તમને વર્ષ આખું અવિરત મળતો રહેશે.

સ્ત્રી જાતક ફળ: મહિલાઓ માટે આ વર્ષ કષ્ટદાયક કહી શકાય.જૂના રોગો સતાવતા જોવા મળે.સ્ત્રી સંબંધિત રોગ,ઉદરપિડા,વાયુ વિકાર વગેરે પરેશાન કરી શકે છે. જે મહિલાઓ સંતાનની ઈચ્છા રાખનાર છે તેમને ગર્ભ રહી શકે છે.જે સ્ત્રી-પુરુષ સંતાનની આશા રાખીને બેઠા છે તેમની આ વર્ષે ઈચ્છા પૂર્ણ થતી જણાય.જો તમો અવિવાહિત છો અને ઉમરલાયક છો તો તમારી સગાઈ લગ્ન આ વર્ષે થઇ શકે છે.પરિણીત મહિલાએ જીવનસાથી સાથે નાની-મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે,મન ઉપર કાબુ રાખવો.

રાજકીય સ્થિતિ: તમો રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ વર્ષમાં સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરવો પડે.તમારી સાથે કામ કરવાવાળા લોકો તમારી સાથે ખરાબ વર્તન અથવા દગો કરી શકે છે.તમારે શત્રુઓ કરતા હિતશત્રુઓથી સાવધાની વધારે રાખવી પડે.સમાજમાં માન-સમ્માન મળે તેમજ તમારા વિરોધી તમારી તરફ પાછા ખેચાતા જણાય.શાંતિ રાખવી જરૂરી છે,રાજકીય વિચારધારાથી કામ લેવું.ધીરજ અને શાંતિથી કામ લેવું સફળતા મળી રહેશે.

વિદ્યાર્થી જીવન: તમો એ વિચારતા હોય કે મહેનત વગર જ કોઈના ઉપર વિશ્વાસ રાખીને સફળતા મળશે તો તે ખોટું છે.મહેનત તો કરવી જ રહી.જે લોકો ઈન્ટરનેટ,કોમ્પ્યુટર,ભૌતિક વિજ્ઞાન વગેરે ક્ષેત્રોના અભ્યાસ સાથે સંકળાયેલા છે તેમને અચુક સફળતા મળી શકે.ઈજનેરી,સાયન્સ અને વકિલાત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને થોડી મહેનતે સફળતા મળી રહે. ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ટી.વી.અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો . યોગ્ય મહેનત અને આત્મવિશ્વાસ રાખશો તો જરૂર સફળ થશો.

સારાંશ: આવર્ષે તમો જો શાંતિદાયક સમય પસાર કરવા માગો છો તો "તોલ-મોલ કે બોલ" વાળી યુક્તિ સાર્થક કરવી પડે.નિરાશ થયા વગર અને રોકાયા વગર તમારા કાર્યમાં જોડાયેલા રહો.શારીરિક અને માનસિક જુના રોગોથી પીડાવ છો તો દિનચર્ચામાં બદલાવ લાવવો જરૂરી જણાય.તા.૨૪-૦૧-૨૦૨૦ પછી તમારા વ્યવસાય અને આજીવીકા ઉપર શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવું, કર્જ ન કરવું તેમજ કોઈને વ્યાજે પૈસા પણ ન દેવા.પારીવારીક જીવનમાં નાની-નાની વાતો ને લઇ દુઃખી ન થાઓ અને તમારી વિશાળ બુધ્ધિને ભ્રમિત પણ ન કરો. પ્રિયતમા/પત્ની સાથે ઝઘડો કરવા કરતા સુમધુર અને યાદગાર સમય પસાર કરવો.કોઈ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સોસીયલ મીડિયાનો સામાન્ય જાણકારી અને નવી ખબરો માટે ઉપયોગ કરો.સંતાન સંબંધિત તમારી ઈચ્છા આ વર્ષે પૂર્ણ થતી જણાય.

સાવચેતી: વર્ષના પ્રારંભમાં નાની કે મોટી કોઈ પનોતી નથી પરંતુ તા.૨૪-૦૧-૨૦૨૦ થી નાની પનોતી લોઢાના પાયે પ્રારંભ થાય છે જે પારિવારિક ચિંતા અને અજાણતી સમસ્યા અપાવી શકે છે.

જેટલુ બની શકે તેટલું દામ્પત્યજીવનમાં, ભાગીદારીમાં અને સામાજિક જીવનમાં ખોટા ઝગડા તેમજ વાદ-વિવાદથી દૂર રહેવું.

• દંભ,આડંબર,ખોટો દેખાવો,ખોટુ અભિમાન વગેરેથી દૂર રહેવું.

• તમો શ્રેષ્ઠ વક્તા,વાર્તાકારમાં શ્રેષ્ઠ,તર્કમાં નિપુણ છો એટલે કે બધી જ આવડતનો ફાયદો લો.

• સામાન્ય રીતે તમો મહત્વકાંક્ષી છો,મહેનતુ પણ છો,પરંતુ મુશ્કિલ પરિસ્થિતિમાં તમો તરત ગભરાય જાવ છો ,થોડું પરિવર્તન જરૂરી જણાય.

• તમો તુરંત જ ક્રોધિત થઇ જાવ છો તથા શાંત પણ થઇ જાવ છો,પશ્ચાતાપ કરો છો.આવા તમારા વ્યવહારુ જીવન તથા તમારા નીજી જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

• પરિવર્તન એ સંસારનો નિયમ છે,તમો પણ સફળતા પ્રાપ્ત કરવા માગો છો તો જીવનમાં પરિવર્તનનો આગ્રહ રાખો,નવી-નવી સમસ્યાઓમાં દ્રષ્ટિ અને વિચાર બદલશો તો જલ્દી સફળતા મળે.

સમાધાન: • નીચેના ઉપાયો તમોને ફાયદારૂપ બની શકે છે.

1) પીપળનું દાતણ કરવું

2) નારીયેલ,બદામ અને અડદ શનિવારના દિવસે શનિની હોરામાં પાણીમાં વહેવડાવવું.

3) ધન-સંપતિ અને સમૃધ્ધિ પ્રાપ્તિ કરવા માટે ૪૩ દિવસ રોજ કાગડાને રોટલી ખવડાવવી.

4) દારૂ,ધુમ્રપાનનું સેવન ન કરવું.

5) તેલ,સિંદુર,ગોળ,નિમકનું દાન શનિવારના દિવસે સાયંકાળમાં કોઈ અન્નક્ષેત્રમાં કરવું.

6) માતા-પિતા અને વૃધ્ધોની સેવા કરવી.

નીચેના મંત્રની શનિવાર અને મંગળવારના દિવસે ૧ માળા કરવી.

હ્રીં નીલાંજન સમાભાસં રવિપુત્ર યમાંગ્રજ્મ।
છાયામાર્તંડ સમ્ભુતં તં નમામિ શનેશ્ચરમ॥

• નીચેનું દાન શનિવારના દિવસે સાયંકાળમાં સંકલ્પ કરાવીને આપવું કાળાઅડદ,કાળાતલ,તેલ,નીલમ રત્ન,સ્ટીલ અથવા લોઢાની વસ્તુ, કાળા કપડા,દક્ષિણા,કાળી છત્રી,ચામડાના કાળા બુટ, કુહાડી વગેરે.
• પારિવારિક શાંતિ માટે મહાકાળીમાં ના ફોટાનું યથાશક્તિ પૂજન કરી નીચેનો મંત્ર ૨૧ દિવસ સુધી ૧૦૮ વાર જાપ કરવો -
ધાં ધીં ધું ધૂર્જટે :પત્ની વાં વીં વૂં વાગધીશ્વરી।

દ્રિક પંચાંગ ના પંડિતજી તમારો દિવસ શુભ નીવડે એવી આશા રાખે છે.

રાશિ સ્વામીબુધ | Mercury
રાશિ નામાક્ષરક, છ, ઘ | Ka, Chha, Gha
નક્ષત્ર ચરણ નામાક્ષરકા, કી, કુ, ઘ, ઙ, છ, કે, કો, હા
Kaa, Kee, Ku, Gha, Ing, Chha, Ke, Ko, Haa
આરાધ્ય ભગવાનશ્રી ગણેશ જી
Shri Ganesha Ji
અનુકૂળ રંગપીળો | Yellow
અનુકૂળ સંખ્યા3, 6
અનુકૂળ દિશાપશ્ચિમ | West
રાશિ ધાતુચાંદી, સીસું, સોનું | Silver, Lead, Gold
રાશિ સ્ટોનપન્ના | Emerald
રાશિ અનુકૂળ સ્ટોનપન્ના, હીરા, નીલમ
Emerald, Diamond and Blue Sapphire
રાશિ અનુકૂળ દિવસમંગળવાર, ગુરુવાર અને રવિવાર
Tuesday, Thursday and Sunday
રાશિ સ્વભાવદ્વિસ્વભાવ | Dual nature
રાશિ તત્વવાયુ | Air
રાશિ પ્રકૃતિસમ | Even

તમારી રાશિ પસંદ કરો | ચંદ્ર રાશિ

Kalash
કૉપિરાઇટ સૂચના
PanditJi Logo
બધા છબીઓ અને ડેટા - કોપીરાઈટો
Ⓒ www.drikpanchang.com
ગોપનીયતા નીતિ
દ્રિક પંચાંગ અને પંડિતજી લોગો એ drikpanchang.com ના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે.
Android Play StoreIOS App Store
Drikpanchang Donation